MORBI:મોરબી “મેદસ્વિતા થી ઓજસ્વિતા તરફ”11 માં વિશ્વ યોગ દિવસ ની આંબાવાડી તા.શાળા ખાતે ઉજવણી
MORBI:મોરબી “મેદસ્વિતા થી ઓજસ્વિતા તરફ”11 માં વિશ્વ યોગ દિવસ ની આંબાવાડી તા.શાળા ખાતે ઉજવણી
યોગ એટલે “युज” જે જોડે છે તે યોગ છે. વ્યક્તિ ને સમષ્ટિ સાથે જોડે છે, આત્મા ને પરમાત્મા સાથે જોડે છે, વ્યક્તિ ને પોતાના self સાથે જોડે છે, સમગ્ર વિશ્વને જોડનારા 11માં વિશ્વ યોગ દિવસની ઉજવણી આંબાવાડી તાલુકા શાળા ખાતે કરવામાં આવી.
મેદસ્વિતા માંથી ઓજસ્વીતા તરફ લઈ જનારું મહર્ષિ પતંજલિ નું વિશ્વ ને આપેલું વરદાન એટલે યોગ. યોગ હવે માત્ર આપણા દેશ ની નહીં પરંતુ સમગ્ર વિશ્વની ધરોહર બની રહી છે અને સમગ્ર વિશ્વના આબાલ- વૃદ્ધ , ગરીબ – તવંગર, નેતા – બ્યુરોક્રેટ્સ, સંતો સાધકો ,જવાનો સૌ કોઈ યોગ દ્વારા નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે આંબાવાડી તાલુકા શાળા ના આચાર્યશ્રી મુકેશભાઈ મારવણીયા અને તેમના શાળા સ્ટાફ દ્વારા યોગ દિવસના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી વિશાલભાઈ ઘોડાસરા, ભાજપ અગ્રણી બચુભાઈ અમૃતિયા,
બીઆરસી કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા , બાબુલાલ દેલવાડીયા, ઉમેશભાઈ પટેલ, શૈલેષભાઈ કાલરીયા, ડૉ .શૈલેષભાઈ રૂપાલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. યોગ ટ્રેનર તરીકે મોનિકાબેન આદરોજા, પ્રાણજીવનભાઈ વિડજા, શૈલેષભાઈ કાલરીયા એ સુંદર નિદર્શન પૂરું પાડ્યું હતું.



