MORBI:મોરબી શિક્ષણ ક્ષેત્રે નવી ઉજાસ: સંઘના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે યોજી શુભેકચ્છા મુલાકાત

MORBI:મોરબી શિક્ષણ ક્ષેત્રે નવી ઉજાસ: સંઘના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે યોજી શુભેકચ્છા મુલાકાત
મોરબી, તા. 07/08/2025 : ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 (નો.ક.) સરકારી કર્મચારી મંડળ – મોરબી ઘટકના નવ નિયુક્ત હોદ્દેદારોએ આજે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મોતા સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
જીલ્લા પ્રમુખ: મેહુલ એચ. દેથરિયા, જીલ્લા મહામંત્રી: હર્ષદ જી. બોડા,ઉપપ્રમુખ: ભાવેશ ડી. ડાંગર, બિપિન એલ. ચોપડ, સહમંત્રી: હાર્દિક ડી. વડાવિયા, મકબુલ એમ. બાદી, સત્યજીતસિંહ એફ. જાડેજા, કોષાધ્યક્ષ: મનોજ એમ. છત્રૉલા, સંગઠન મંત્રી: આશિષ ચાપાણી, સંદીપ ફુલતરિયા, મીડિયા કન્વીનર: કિરણ બી. સોજીત્રા સલાહકાર સમિતિ: હિતેશ એમ. પટેલ,મહિલા પ્રતિનિધિઓ: ધર્મિષ્ઠાબેન એન. ટીટોડિયા, ઉર્મિલાબા એસ. ઝાલા, માધુરીબેન એમ. માલવાણીયા
આ પ્રસંગે સંઘના પ્રતિનિધિમંડળે મોરબી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા સુધારણા, શિક્ષકહિત અને સંઘના કાર્યક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અંગે નિયત આયોજન અને સહકાર અંગે ચર્ચા કરી.આ મુલાકાતમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ નવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી અને તેમના કાર્યકાળ માટે સફળતાની કામના વ્યક્ત કરી હતી.







