તલોદ તાલુકામાં આવેલ વાવ ગામે તલોદ પીઆઈ એ એમ ચૌધરી સાહેબે વાવ ગામની મુલાકાત લીધી હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ (પ્રાંતિજ)
આજરોજ તા ૬/૧૨/૨૦૨૪ ને શુક્રવારના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે તલોદ તાલુકામાં આવેલ વાવ ગામે તલોદ પીઆઈ એ એમ ચૌધરી સાહેબે વાવ ગામની મુલાકાત લીધી હતી અને ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ગામમાંથી દરેક સમાજના દરેક ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાની આપ-વિતિ જણાવતાં જણાવ્યું હતું કે અહીંયા ગામમાં એક સંપ થી દરેક સમાજના ખેડૂતો રહે છે અને છેલ્લા ૧૫ વર્ષમાં કોઈ પણ જાતની ફરિયાદ કે એફ આઈ આર થયેલ નથી અને બિલકુલ સુરક્ષિત,શાંતિથી રહે છે પરંતુ અહીંના ખેત સીમાડાઓમાં તબેલા બનાવીને જે ખેડૂતો રહે છે તેમને એક મહિના અગાઉ વાવ ,પાસીના મુવાડા, પીપળીયા, જગતપુરા, પડુસણ, સવાપુર ,જેવા ગામમાંથી રાત્રે પશુઓની ચોરી થઈ હતી અને આ બાબતે નજીકના હરસોલ ઓ પી માં જાણવાજોગ ફરિયાદ પણ આપેલ છે તો આ બાબતે યોગ્ય ઘટતું કરવા ભલામણ કરવામાં આવી હતી અને અત્યારે હાલ શિયાળાની ઠંડીમાં ખેડૂતોને ખેત સીમાડામાં ડ્રીપના તેમજ પશુઓની ચોરી ન થાય તે માટે નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પીઆઈ એ એમ ચૌધરીએ જણાવ્યું હતું કે તલોદની પોલીસની ગાડી દરરોજ આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરે છે અને ઘણી વખત પોતે પણ આ વિસ્તારમાં રાત્રે 12:00 વાગ્યાથી ચાર વાગ્યાની આસપાસ નીકળે છે તેવી હૈયાધારણા આપી હતી જે બદલ ગામજનો એ સાહેબ શ્રી નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને સાહેબ શ્રી ના આવ્યા પછી તલોદ તેમજ આજુબાજુના વિસ્તારમાં ચોરીનો પ્રદૂષણ ખૂબ જ ઓછું થયું છે જે બદલ ગ્રામજનો એ પણ પીઆઈ ચૌધરી સાહેબ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ પીઆઈ ચૌધરી સાહેબને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે કિસાન સંઘના પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા