ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

પટેલ બ્રિજેશકુમાર,ભરૂચ
તા.૨૦/૦૭/૨૦૨૪
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય સર્વે રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, ડી.કે.સ્વામી ઉપસ્થિત રહ્યા અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. સંકલનમાં આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
જિલ્લા આયોજન સભાખંડ ખાતે મળેલી બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, પ્રાયોજના વહીવટદાર યોગેશ કપાસે, જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષી, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



