BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં પ્રધાનમંત્રીના મહત્વકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેકટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

સમીર પટેલ, ભરૂચ

ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોયદો હલ થવાનું નામ લેતો નથી. શુક્રવારે બોરભાઠા, બોરભાઠા બેટ, સરફુદ્દીન, શક્કરપોર, તરીયા અને ધંતુરિયા ગામના 700 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020 માં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો છે.અસરગ્રસ્ત ખેડૂતોએ કલેકટરને આપેલા આવેદનમાં 855 હેકટર સંપાદિત જમીનનું 2013 ની કલમો મુજબ જાહેરનામુ ખોટું હોવાનો આરોપ લગાવાયો છે. સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી એટલે 2020માં જાહેરનામુ જારી કર્યું. જ્યારે ખરેખર જમીનની જરૂર 2025 માં હતી. પાંચ વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે.
વર્ષે આંતર પાક લઈ ₹4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા અન્યાયી હોય એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહિનો હુંકાર કરાયો છે.

 

Back to top button
error: Content is protected !!