MORBI:મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નં. ૨ની વિઝીટ કરવામાં આવી
MORBI:મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નં. ૨ની વિઝીટ કરવામાં આવી
તા. ૧૫/૦૯/૨૦૨૫ના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દ્વારા ઝોન નં. ૨ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નં. ૨ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. તથા દાણાપીઠ, દાઉદી પ્લોટ શેરી નં. ૧, ૨, લાતી પ્લોટ શેરી નં. ૪ ખાતે આવેલ Handcart & GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા. ૦૯/૦૯/૨૦૨૫ થી ૧૫/૦૯/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાં આવેલ નાની વાવડી, રવાપર ગ્રામ પંચાયત, શનાળા ગુરુ દતાત્રેય તથા આસ્વાદ પાન ખાતે આવેલ નાલા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ. તા.૦૯/૦૯/૨૦૨૫ ૧૫/૦૯/૨૦૨૫ દરમિયાન નાગરીકો દ્વારા કુલ ૮૯ ફરિયાદ નોંધાવવામાં આવેલ. જે પૈકી ૫૭ ફરિયાદોનો |નિકાલ કરવામ અઆવેલ તથા બાકી રહેલ ફરિયાદ નિકાલની કામગીરી ચાલુ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં સફાઈ સંબંધિત કામગીરી વધુ અસરકારક બનાવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.