MORBI: મોરબી મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ૦૩ જગ્યાએ સી.સી. રોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા
MORBI: મોરબી મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ૦૩ જગ્યાએ સી.સી. રોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ૦૩ જગ્યાએ સી.સી. રોડના કામો શરૂ કરવામાં આવેલ જે કામો પૂર્ણ કરવામાં આવેલ છે.
મોરબી શહેરમાં ૧૫માં નાણાપંચ ગ્રાન્ટ અન્વયે ચિત્રકૂટ સોસાયટી શેરી નં-૧,૨,૩ માં સી.સી.રોડનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટગ્રોથ ગ્રાન્ટ અન્વયે કેદારીયા હનુમાન થી સેન્ટમેરી ફાટક સુધી સી.સી.રોડનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને રોડ રીસર્ફેસીંગ ગ્રાન્ટ અન્વયે ચામુંડાનગર વિસ્તારમાં સી.સી. રોડનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામો મોરબી મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરેલ છે અને લોકોની સુખાકારીમાં વધારે કરવામાં આવેલ છે.