MORBIMORBI CITY / TALUKO

MORBI:​મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપે તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા

 

MORBI:​મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપે તમામ 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા

 

​ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે, ત્યારે આજે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’ ખાતેથી મોરબી મહાનગરપાલિકા માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.​પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય ​પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક બાદ આ યાદી તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં મોરબીના સ્થાનિક સમીકરણો અને કાર્યકરોની રજૂઆતોને ધ્યાને રાખીને મૂરતિયાઓ પસંદ કરવામાં આવ્યા છે.

પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ દ્વારા મોરબી મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડની કુલ 52 બેઠકો માટેના ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં નવા ચહેરાઓ અને અનુભવી કાર્યકરોના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાય છે.​મોરબી મહાનગરપાલિકા બન્યા બાદની આ પ્રથમ મોટી ચૂંટણી હોવાથી ભાજપે સત્તા કબજે કરવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવ્યું છે. ઉમેદવારોના નામ જાહેર થતા જ હવે મોરબીમાં રાજકીય માહોલ ગરમાયો છે.

Skip to PDF content

 

Back to top button
error: Content is protected !!