અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : મેઘરજ સરકારી વિનયન કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
આગામી એક અઠવાડિયા માં સ્વાતંત્ર્ય પર્વ આવી રહ્યું છે ત્યારે દરેક ગામ તાલુકા અને જિલ્લા મથકો પર અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મેઘરજ સરકારી વિનયન કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
મેઘરજ સરકારી વિનયન કોલેજ દ્વારા આજે આગામી 15 ઓગસ્ટ ની ઉજવણી ના ભાગ રૂપે લોક જાગૃતિ અર્થે કોલેજ દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા માં કોલેજ ના વિદ્યાર્થીઓ હાથ માં તિરંગો ધ્વજ રાખી ભારત માતા કી જય ના નારા લાગ્યા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિ મય જણાયું હતું આ તિરંગા યાત્રાની મેઘરજ બસ સ્ટેશન ની શરૂઆત થઈ હતી અને સરકારી વિનયન કોલેજ ખાતે યાત્રા નું સમાપન થયું હતું.