GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા હોટલ, સમાજવાડી, કોમ્પલેક્ષ બિલ્ડીંગોમા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા હોટલ, સમાજવાડી, કોમ્પલેક્ષ બિલ્ડીંગોમા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

 

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૩ મેં થી ૧૯ મેં સુધીમાં- ૦૭ હોસ્પિટલમાં ૨૮ સ્ટાફને તથા ૪ હોટલમાં ૪૨ સ્ટાફ ને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે હોટલ, સમાજવાડી અને કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ ફટકારી હતી. પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. અને તા. ૧૪ મેં ના રોજ મોરબી મહાનગરપાલિકા ખાતે ફાયર એન્ડ ઈમરજન્સીના સ્ટાફ દ્વારા ફાયર લેડર ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. ફાયર લેડર ડ્રીલનો મુખ્ય ઉદેશ્ય મનપાના વિસ્તારમાં આવેલ બિલ્ડીંગમાં લેડર રેસ્ક્યુની મોક ડ્રીલ કરીને ફાયરના સ્ટાફની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પોહચી વળવા સક્ષમ છે કે કેમ ? તેના માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. તેમજ આ ફાયર ટ્રેનીંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મનપામાં આવેલ લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ! પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

Back to top button
error: Content is protected !!