
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી : મેશ્વો જળાશય ઓવરફ્લોની નજીક, તંત્ર એલર્ટ પર : 3 તાલુકાના 27 ગામોને એલર્ટ કરાયા
અરવલ્લી: મેશ્વો ડેમની સપાટી સતત વધતા તંત્ર સતર્ક બન્યું છે. હાલ ડેમની પાણીની સપાટી ૨૧૨.૮૨ મીટર નોંધાઈ છે, જે ઓવરફ્લો લેવલથી માત્ર ૨ મીટર દૂર છે. જો વરસાદ યથાવત રહ્યો તો આગામી દિવસોમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા તંત્રએ વ્યક્ત કરી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરને એલર્ટ સ્તર અંગે જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે.૨૭ ગામોને તકેદારીના સંદેશા મોડાસા,ભિલોડા અને ધનસુરા તાલુકાના નદી કાંઠા વિસ્તારમાં આવેલ કુલ ૨૭ ગામોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.ખાસ કરીને શામળાજી,વાંદીયોલ,રખિયાલ,ગઢા વગેરે ગામના રહીશો માટે તંત્રએ પલાયન ન કરવાની અને સ્થિતી વધુ ગંભીર બને તો તાત્કાલિક જાણ કરવાના સૂચન સાથે રાહત સજ્જતા વધારવાનો નિર્દેશ આપ્યો છે.





