MORBI -મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધીના રોડ પરના દબાણ દુર કરવામાં આવ્યા
MORBI -મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધીના રોડ પરના દબાણ દુર કરવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત દર બુધવારે એક રોડનો વારો લઈ ત્યાં ખડકાયેલા દબાણો તોડવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે અને નાયબ કમિશનર સંજય સોનીની આગેવાનીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધીના રોડ પર દબાણ હટાવ ઝૂંબેશ સવારથી શરૂ ક૨વામાં આવી છે. જેમાં દુકાનો, ઓરડીઓ, દુકાનોના ઓટલા, ઝૂંપડાઓ અને એક દીવાલ તોડવામાં આવી રહ્યા છે.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે. આ રોડની વિઝિટ દરમિયાન દબાણો નડતરરૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી આ દબાણો હટાવવાની આજે કામગીરી કરવામાં આવી રહી છે.