સુરેન્દ્રનગર LCB પોલીસે બજાણા પાસેથી ગેરકાયદેસર બંદુક સાથે યુવાનને દબોચી લીધો

તા.19/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ટીમને બજાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગેરકાયદેસર હથિયારની બાતમી મળી હતી જેમાં પોલીસે દસાડાના પીપળીથી દેગામ રોડ પર રેલવે ફાટક પાસે વોચ રાખી પીપળીના શખ્સને દેશી હાથ બનાવટની બંદુક સાથે ઝડપી લીધો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હથીયાર રાખવુ એ એક સ્ટેટસ સીમ્બોલ સમાન બની ગયુ છે જિલ્લા વહીવટી તંત્રમાં હથિયારના પરવાનાની અરજી મંજુર ન થાય તો લોકો ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા હોય છે જેના લીધે જિલ્લામાં અવારનવાર ખાનગી ફાયરિંગના બનાવો પણ બને છે ત્યારે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ ગેરકાયદે હથિયારો લઈને ફરતા શખ્સોને ઝડપી લેવા કડક આદેશો કર્યા છે આ દરમિયાન એલસીબી પીઆઈ જે. જે. જાડેજાની સુચનાથી સ્ટાફના પી. એન. ઝાલા, દશરથભાઈ, સંજયભાઈ સહિતનાઓ બજાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પીપળીના નસીબખાન સરદારખાન મલેક પાસે ગેરકાયદે બંદુક હોવાની તથા પીપળી દેગામના રસ્તે નીકળનાર બાતમી મળી હતી આથી આ રોડ પર રેલવે ફાટક પાસે પોલીસે વોચ રાખી હતી 27 વર્ષીય નસીબખાન સરદારખાન મલેકને ઝડપી લીધો હતો તેની પાસેથી રૂ. 2000ની કિંમતની દેશી હાથ બનાવટની બંદુક જપ્ત કરાઈ હતી આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ બંદુક તેના દાદા રહેમતખાન મલેકની હતી તેઓ સીમમાં ટોયાપણુ કરવા તેમની પાસે રાખતા હતા તેઓ ગુજરી ગયા બાદ આ બંદુક નસીબખાન પાસે હતી પરંતુ તેનો ઉપયોગ તેણે કરેલ નથી કે શિકાર કરેલ નથી આથી બજાણા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એચસી મેહુલભાઈ પાણકોટા ચલાવી રહ્યા છે.



