આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે 27 જૂન ના રોજ ધો-5, ધો-9 અને ધો-11 ના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત “આવકારનો આનંદ” કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમને શોભાવવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી સુચીબેન પટેલ, કૌશલભાઈ રાવલ (સી.આર.સી. કમાણા ક્લસ્ટર), ઇન્દ્રવદનભાઈ (આઈ.ડી.વિભાગ, બી.આર.સી., કાંસા) શ્રી કે.કે.ચૌધરી (પ્રમુખશ્રી,અ.આં.કે. મંડળ, વિસનગર), ડૉ.સુરેશભાઈ ચૌધરી (પ્રમુખશ્રી, શાળા સંચાલન સમિતિ) તથા સભ્યશ્રી નારાયણભાઈ ચૌધરી વગેરે મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો. તથા શાળાની બાલિકાઓ દ્વારા મહેમાનોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનશ્રીઓએ ધો-5, ધો-9 અને ધો-11 ના વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે જ્ઞાન સાધના પરીક્ષા, N.M.M.S. પરીક્ષા, પ્રખરતા શોધ કસોટી તથા શાળાકીય અને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓના વરદ્ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી સુચીબેન પટેલે તથા શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરીએ “શિક્ષણ એટલે જીવન જીવવાની કલા” અને કન્યા કેળવણીને ઉજાગર કરતું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તથા શિક્ષિકા શ્રીમતિ વર્ષાબેન ચૌધરીએ “સરગવો એ ઉત્તમ ઔષધી” તથા “વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો” વિશે અને વિદ્યાર્થીની દિયા ચૌધરીએ “જળ એ જ જીવન” વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની પુર્ણાહુતિ પછી મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર સ્ટાફ મિત્રો સહયોગથી કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું. સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાની બાલિકાઓ એ કર
«
Prev
1
/
68
Next
»
સરસ્વતી વિદ્યા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો