MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા રામલીલા સાથે વિજયાદશમી નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનુ આયોજન
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા રામલીલા સાથે વિજયાદશમી નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનુ આયોજન
મોરબી મહાનગરપાલિકાના રંગારંગ કાર્યક્રમમાં રાવણ દહનને નિહાળવા શહેરીજનોને જાહેર આમંત્રણ પાઠવ્યું
પ્રાચીન પરંપરા અનુસાર અસુરી શક્તિઓ ઉપર વિજય મેળવી અને અધર્મ પર ધર્મની જીત, અન્યાય પર ન્યાયનો વિજય, અસુરી શક્તિઓનો નાશ કરવાના સંદર્ભમાં આ પરંપરાગત રીતે રંગારંગ કાર્યક્રમ,રામલીલા સાથે રાવણદહન કરવામાં આવતું હોય છે આ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૨/૧૦/૨૦૨૫ ગુરુવારના રોજ સાંજે ૭ કલાકે રાવણ દહન હર્ષઉલ્લાસ ભર્યો કાર્યક્રમ એલ. ઇ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી-૨ ખાતે ઉજવણીના ઉત્સાહ સાથે આયોજિત કરવામા આવ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આપ સૌને તમામ નાગરિકોને પરિવાર અને મિત્રમંડળ સાથે આવી ઉજવણીમાં હાજર રહી આ ઐતિહાસિક અને પરંપરાગત પ્રસંગોનો આનંદ માણવા માટે આમંત્રણ આપવામાં આવે છે નાગરિકોની સલામતી અને સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.