MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.૦ અંતર્ગતના BLC ઘટક હેઠળ નવી અરજી કરવા સભાનું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.૦ અંતર્ગતના BLC ઘટક હેઠળ નવી અરજી કરવા સભાનું આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજી સ્વીકારવા અને આવાસ વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભોથી માહિતગાર કરવા સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ સભામાં PMAY(U)2.૦ અંતર્ગતના કોને અને કેવી રીતે લાભ મળવાપાત્ર થાય છે તેની વિગતવાર માહિતી મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ આપવામાં આવશે તો પોતાના સપનાના નવીન ઘરના બાંધકામ કરવા ઈચ્છુક આવાસ વિહોણા લોકોને આ રાત્રીસભામાં પધારવા અનુરોધ કરવામાં આવે છે.ક્રમ સરનામું તારીખ/સમય ૧. મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૩ ની કચેરી(જુની મહેન્દ્રનગર ગ્રામપંચાયતની ઓફીસ)), મોરબી. તા.૦૧/૦૪/૨૦૨૬ બુધવાર (સમય: ૬:૩૦ થી ૭:૩૦ સુધી) ૨. વિશ્વકર્મા બાલમંદિર, વાંકાનેર દરવાજા, મોરબી. તા.૦૩/૦૪/૨૦૨૬ શુક્રવાર (સમય: ૬:૩૦ થી ૭:૩૦ સુધી)










