MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.૦ અંતર્ગતના BLC ઘટક હેઠળ નવી અરજી કરવા રાત્રી સભા નું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.૦ અંતર્ગતના BLC ઘટક હેઠળ નવી અરજી કરવા રાત્રી સભા નું આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજી સ્વીકારવા અને આવાસ વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભોથી માહિતગાર કરવા રાત્રી-સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ રાત્રી સભામાં PMAY(U)2.૦ અંતર્ગતના કોને અને કેવી રીતે લાભ મળવાપાત્ર થાય છે તેની વિગતવાર માહિતી મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ આપવામાં આવશે તો પોતાના સપનાના નવીન ઘરના બાંધકામ કરવા ઈચ્છુક આવાસ વિહોણા લોકોને આ રાત્રીસભામાં પધારવા અનુરોધ કરવામાં આવે છે.ક્રમ સરનામું તારીખ/સમય ૧. ક્લસ્ટર–૪ ત્રાજપર ગ્રામ પંચાયત ઓફીસ તા.૦૫/૦3/૨૦૨૬ ગુરુવાર (સમય: રાત્રીના ૭:૦૦ થી ૮:૦૦ સુધી) 2 ક્લસ્ટર–૪ ભડિયાદ ગ્રામ પંચાયત ઓફીસ તા.0૬/૦3/૨૦૨૬ શુક્રવાર (સમય: રાત્રીના ૭:૦૦ થી ૮:૦૦ સુધી)









