GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.૦ અંતર્ગતના BLC ઘટક હેઠળ નવી અરજી સ્વીકારવા સભાનું આયોજન

 

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.૦ અંતર્ગતના BLC ઘટક હેઠળ નવી અરજી સ્વીકારવા સભાનું આયોજન

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 અંતર્ગત BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજી સ્વીકારવા અને આવાસ વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભોથી માહિતગાર કરવા સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ સભામાં PMAY(U)2.૦ અંતર્ગતના કોને અને કેવી રીતે લાભ મળવાપાત્ર થાય છે તેની વિગતવાર માહિતી મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ આપવામાં આવશે તો પોતાના સપનાના નવીન ઘરના બાંધકામ કરવા ઈચ્છુક આવાસ વિહોણા લોકોને આ સભામાં પધારવા અનુરોધ કરવામાં આવે છે.

ક્રમ -૧.મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૯ની કચેરી(જુની શનાળા ગ્રામપંચાયતની ઓફીસ), મોરબી.

તા.૧૮/૦૩/૨૦૨૬ બુધવાર (સમય: ૬:૩૦ થી ૭:૩૦ સુધી)

૨.સાઈબાબા મંદિર, વિજય નગર, વિસીપરા,મોરબી.

તા.૧૯/૦૩/૨૦૨૬ ગુરુવાર(સમય: ૬:૩૦ થી ૭:૩૦ સુધી)

Back to top button
error: Content is protected !!