MORBI:મોરબી મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામી સામે દંડકીય કાર્યવાહી

MORBI:મોરબી મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામી સામે દંડકીય કાર્યવાહી
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. ૦૩/૦૬/૨૦૨૫ થી ૧૦/૦૬/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા આસામી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા કુલ ૮૬ આસામી પાસેથી રૂ. ૩૦,૧૫૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૪૩ આસામી પાસેથી રૂ. ૯૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૨ આસામી પાસેથી રૂ. ૪૦૦૦/-, જાહેરમાં Urination કરતા ૨ આસામી પાસેથી રૂ. ૩૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ.
તા. ૦૯/૦૬/૨૦૨૫ના રોજ માન.કમિશનરશ્રી દ્વારા ઝોન નં. ૪ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં કમિશનરશ્રી દ્વારા ઝોન નં. ૪ના સફાઈ કર્મચારીની હાજરી,ડોર ડોર ટુ ડોર કચરા કલેક્શન તથા વિવિધ GVP નું નિરીક્ષણ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા એક આસામીને લાલ નોટીસ આપવામાં આવેલ, ભીમસર ખાતે જાહેરમાં પશુ રાખવા માટેના શેડનું ડીમોલેશન કરવામાં આવેલ તથા જાહેરમાં પાણી ઢોળવા બદલ એક આસામી પાસેથી રૂ. ૨૦૦/- તેમજ જાહેરમાં C&D Waste Dump કરવા બદલ રૂ. ૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા |હસ્તકની લાલપર ખાતે આવેલ ડમ્પસાઈટની વિઝીટ કરવામાં આવેલ.
વધુમાં જણાવવાનું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત સબ જેલ રબારી વાસ, આસ્વાદ પાન, કપિલા હનુમાન, કન્યા છાત્રાલય ક્રિષ્ના સ્કુલ પાસે આવેલ નાલાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ.










