GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા ગંદકી કરતાં સામે દંડની કાર્યવાહી

MORBI:મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા ગંદકી કરતાં સામે દંડની કાર્યવાહી

 

 

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં 27 મે થી 2 જૂન દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ 87 આસામીઓ પાસેથી રૂપિયા 35200નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ગંદકી કરતાં 25 આસામીઓ પાસેથી રૂપિયા 13600નો દંડ વસુલાયો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવનાર 3 આસામીઓ પાસેથી રૂપિયા 1300, જાહેરમાં થુંકનાર 5 આસામીઓ પાસેથી રૂપિયા 700 તથા જાહેરમાં યુરિન ક૨તાં 1 શખ્સ પાસેથી રૂપિયા 100નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.


મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્લિન ખરે દ્વારા ઝોન-3ની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં કમિશનર દ્વારા દરબારગઢ, નગર દરવાજા મેઈન રોડ, સિપાઈવાસ, ઝવેરી શેરી, વાંકાનેર બાલમંદિર, ગઢની રાંગ, સબ જેલની પાછળનો પ્લોટ જેવા વિવિધ વિસ્તારની વિઝિટ કરાઈ હતી. આ વિઝિટ દરમિયાન 10 આસામી પાસેથી 13700 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશકર્તા 7 વેપારીને રેડ નોટિસ આપવામાં આવી હતી.વધુમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત આલાપ રોડ પાસે આવેલ નાલુ, બિસ્મિલા હોટેલથી બુઢાબાવાવાળી શેરીનું નાલુ, લુવાણાપરા શાક માર્કેટ પાસે આવેલ નાલાની સફાઈ તથા વીસી હાઈસ્કૂલ અંદરથી ધોળેશ્વર રોડ સુધીના નાલાની સફાઈ હાથ ધરાઈ હતી.

Back to top button
error: Content is protected !!