કાલોલ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ૨૬ મી ઓગસ્ટના રોજ મામલતદાર કચેરી ખાતે યોજાશે.
તારીખ ૦૩/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી કાલોલ ખાતે યોજાશે.આ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં મામલતદાર કચેરી, કાલોલ ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે. અરજદારો સ્વાગત પોર્ટલ પર ઓનલાઇન અરજી પણ કરી શકે છે.
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અથવા સંપર્ક નંબર અવશ્ય લખવાનો રહેશે.
તાલુકા સ્વાગતમાં અરજદારે લાંબા સમયના પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ અરજી સાથે જોડવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની રજૂઆત કરી શકશે અને કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકશે નહિ. તેમજ તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે તેમ મામલતદાર કાલોલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.