GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું

 

 

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના હોટલ- રેસ્ટોરન્ટ બેકરી માં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા, અખાદ્ય હલર, વાસી ખોરાક, એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થો મળી. આવતા સ્થળ પર જ ફૂડ શાખા એ નાશ કર્યો હતો. ફૂડ લાઇમન્સનું રજીસ્ટેશન ન કરનાર વેપારી તથા વધુ પઠતી બેદરકારી રાખનાર 16 ખાણી પીણીના ધંધાર્થીને મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નોટિસ પાઠવી હતી.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં હોટલ- રેસ્ટોરન્ટ, બેકરી, ડેરી, મીઠાઇના વેપારી વગેરે જગ્યા પર ખાધ પદાર્થનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન મોરબી મહાનગરપાલિકાના ફૂડ શેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના કુલ 24 ખાધ પદાર્થનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રવાપર રોડ, નાસ્તાગલી, સહિતની સ્ટ્રીટફૂડ ના વિક્રેતાને ત્યાં ખાધ પદાર્થનું નિરીક્ષણ, સ્વછતા, વાસીખોરાક, એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટ, અખાદ્ય કલર, ફૂડ લાઈસન્સ સહિતની બાબતો ધ્યાન પર આવતા અખાદ્ય ખોરાક અને હલરની સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી ગુરુ કૃપા ચાઇનીઝ માંથી વાસી મનચ્યુરન મળી આવતા સ્થળ પર નાશ કરાયો તથા એકસપાયરી તારીખ જતી રહેલ ચાઈનીઝ સોસ નો સ્થળ પર નાશ કરાયો તથા સહારા ચાઈનીઝ માંથી વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોયા તેની ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કર્યો હતો, રવાપર રોડ પર T.G, B માંથી એક્સપાયરી ડેટ વગર ની માલ મળતા સ્થળ પર નષ્ટ કરાયો અને હરિઓમ ફરસાણ માંથી વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોય તેનો ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે આથી ખાણીપીણીન ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવે છે. અનહાઇજેનિક અને વાસીખોરાકને ઉપયોગમાં ના લેવા, અખાધ કલરને ઉપયોગના કરવી પોતાની પેઢીને સ્વછ અને ફૂડ લાઈસન્સ ઓનલાઈન પ્રક્રિયાથી દરેક ખાણીપીણીના ધંધાર્થ એ મેળવી લેવાનું રહેશે.

Back to top button
error: Content is protected !!