GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા તો બની તેમ છતાં દેશનું અપમાન અટકાવી ન શકી !!!

 

MORBI – મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા તો બની તેમ છતાં દેશનું અપમાન અટકાવી ન શકી !!!

 

 

તાજેતરની અંદર ગુજરાત સરકાર દ્વારા ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવી સમાચારોની હેડ લાઈનો બનાવી પરંતુ ખરેખર ગુજરાતમાં સરકારની તમામ કચેરીઓ નિંભર તો બની જ ગઈ છે સાથે સાથે તંત્ર હવે તો ફક્ત ગુણગાન પૂરતું જ રહ્યું હોય કેવું લાગી રહ્યું છે.

મોરબી નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી એક વિવાદિત નગરપાલિકા રહી છે, જેના શાસન વિવાદિત રહ્યા છે અને નેતાઓ પણ વિવાદિત રહ્યા છે ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા છતાં વિવાદો થી પોતાના પીછો નથી છોડાવી રહી. સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કરતા ની સાથે જ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી અને રાતોરાત નગરપાલિકાના બોર્ડ ઉતારી મહાનગરપાલિકાના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા તેમ છતાં આ તંત્રની નબળાઈ તો જુઓ ખુલ્લેઆમ દેશના તિરંગાઓનું અપમાન થતું દેખાઈ રહ્યું છે તેમ છતાં માત્ર તંત્ર બોર્ડ બદલાવી ખુશી અનુભવી રહ્યું છે. આજરોજ નગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો ત્યારે તેમના સ્વાગત માટે ધારાસભ્ય સહિત મોટા ગજાનાં નેતાઓ ત્યાં ઉપસ્થિત રહી આવકારો આપવામાં આવેલ લોકોને એવી આશા છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા છતાં ની સાથે મોરબી શહેરીજનો ઉધાર થશે પરંતુ જે મહાનગરપાલિકા પોતાના ઘરથી જ સુધાર ન કરી શકે અને દેશનું સન્માન ન કરી શકે તે મહાનગરપાલિકા પ્રજાનું કેટલું ભલું કરશે તે જોવાનું રહ્યું.
આપણા ભારત દેશની આન-બાન અને સાન એવા તિરંગા ને મોરબી મહાનગરપાલિકાના ગેટ ઉપર લગાડવામાં આવેલ છે. સવાલ એ ઉભો થાય છે કે અધિકારીઓ ને ફ્લેગ કોડ વિશે માહિતી છે કે નહીં ? ભારત સરકારના ફ્લેગ કોડ નિયમ મુજબ તિરંગો કોઈપણ રીતે ફાટેલો તૂટેલો કે કોઈપણ જગ્યાએ વીંટળાયેલો ના હોવો જોઈએ તેમજ કોઈપણ રીતે તેમાં ડાઘ પણ લાગેલો ન હોવો જોઈએ જ્યારે મોરબી મહાનગરપાલિકાના ગેટ ઉપર લગાડવા માં આવેલ તિરંગા ની હાલત જોતા ફ્લેગ કોડ ના તમામ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે દુઃખ તો એ વાતનું છે કે આઈએસ દરજ્જાના અધિકારી મોરબી નગરપાલિકાને મળ્યા તેમ છતાં દેશનું થતું અપમાન અટકાવી શક્યા નહીં. મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અધિકારીની વહાવાહીમાં કઈ પણ કચાસ ન રહે તેનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે પરંતુ દેશનું થતું અપમાન તેઓ માટે એક ફેશન થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ પૂર્વે પણ મોરબી નગરપાલિકા વખતે પ્રતાંગણમાં તિરંગા નો ઉપયોગ ડોર ટુ ડોર વાહનોને પ્રસ્થાન કરાવવા ઝંડી રૂપે ઉપયોગ થયેલો છે. ખરેખર તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને સૌપ્રથમ તો દેશનું માન અપમાન શીખડાવવું ખૂબ જરૂરી બની ગયું એવું લાગી રહ્યું છે કેમકે મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓ વાહ વાહી જ કરવામાં નવરા નથી થતા. મોરબીના મહાનગરપાલિકા ના બોર્ડ ઉપર તેમજ સાઈડની લોખંડની રેલીંગમાં બાંધીને રાખવામાં આવેલ તિરંગો અધિકારીઓ અને કર્મચારીઓની અભણ તાની ચાડી ખાતો હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે ખરેખર મહાનગરપાલિકા લોકોના પ્રશ્નો કેટલા અંશે હલ કરશે કે માત્ર ને માત્ર આગામી ચૂંટણી લગતું લોલીપોપ સાબિત થશે આ પૂર્વે પણ મોરબીને જિલ્લો બન્યા બાદ હજી ઘણી બધી જિલ્લા લેવલની સુવિધાઓ ઉભી નથી થઈ મોટાભાગની કચેરીઓ હજુ પણ ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!