
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા ખાતે ભાથીજી મંદિર સામે એગ્રીક્લચરની વીજ લાઈનનો જોખમી વીજ પોલ ધરાશય થાય તો નવાઈ નહિ..
હાલ ચોમાસા ને લઇ વીજ તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ એ એવા કેટલાય વિસ્તારો એવા છે ત્યા કામગીરી ને નામે મીંડું છે અને ચોમાસામાં ની ઋતુ આવે તે પહેલા થતી વિજતંત્ર ની કામગીરી ન થતા લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવે છે
હાલ રેલ્લાંવાડા ખાતે આવેલા ભાથીજીના મંદિર સામે પાણી ના પ્લાંન્ટ પાસે રોડ પર આવેલ એગ્રીક્લચર ની લાઈન પસાર થતો વીજ પોલ રસ્તાની નજીક જ નમી પડ્યો છે અને એ વીજ પોલ કયા સમયે પડે તે નક્કી નથી અને ધરાશય થાય તો નવાઈ નહિ તે રસ્તા પર અવર જવર માટે લોકો પસાર થાય છે અને કોઈ મોટી ઘટના ઘટે તો જવાદાર કોણ તેવો ઘાટ સર્જાયો છે આ જગ્યાએ વિવિધ વીજ લાઈનો પસાર થાય છે છતાં વીજ તંત્ર ને ધ્યાને આવતું નથી નજીક રહેતા વ્યક્તિના જણાવ્યા અનુસાર આ વીજ પોલ હટાવવા માટે વીજ તંત્રમાં વારંવાર મૌખિક રજુઆત તેમજ લેખિત રજુઆત કરવામાં આવી છે છતાં આ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાલ વીજ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેના કારણે હવે પછી ચોમાસામાં ભારે પવન ને કારણે વીજપોલ ધરાશય થાય તો નવાઈ નહિ.વીજપોલ ધરાશય થાય તેના પહેલા વીજ તંત્ર પોલ ને હટાવે તેવી માંગ સેવાઈ રહી છે




