GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મુસ્કાન વેલફેર સોસાયટીએ પ્રા.શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની સહાય આપવા દત્તક લીધી

 

MORBI:મોરબી મુસ્કાન વેલફેર સોસાયટીએ પ્રા.શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની સહાય આપવા દત્તક લીધી

 

 

 

મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી તરફથી મહિલા સ્વચ્છતા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 14 જૂન, 2025ના રોજ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની સહાય આપવા દત્તક લેવાઈ છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ તરુણીઓને માસિક ધર્મ દરમિયાન જરૂરી આરોગ્ય અને સ્વચ્છતા સુવિધાઓ પ્રાપ્ત થાય એ છે. જેથી તેઓ પોતાની સ્કૂલની હાજરી યથાવત્ રાખી શકે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. આ પ્રેરણાદાયી પહેલને રાજકોટની સંસ્થા “મેંગો પિપલ”, જે છેલ્લા સાત વર્ષથી સતત આવું કાર્યું કરી રહી છે, એની પાસેથી પ્રેરણા મળી છે. સમાજમાં સ્ત્રી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવતી આવી સંસ્થાઓ આજે અસંખ્ય તરુણીઓ, યુવતીઓનું જીવન બદલવા માટે કાર્યરત છે. આ મુસ્કાન વેલફેર સોસાયટીનો ત્રીજો વાર્ષિક પ્રોજેક્ટ છે, જે સંસ્થાની પ્રતિબદ્ધતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની માનસિકતાનો સાક્ષાત્ પુરાવો છે. મુસ્કાન વેલફેર સોસાયટી સંકલ્પબદ્ધ છે કે આવી પહેલો દ્વારા સમાજમાં રહેલી યુવતીઓ સુધી આરોગ્ય, આત્મવિશ્વાસ અને માનવિયતા પહોંચાડી શકે, જેથી તેઓ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.

Back to top button
error: Content is protected !!