GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નર્મદાની ત્રણેય કેનાલ નાં સમયસર રીપેરીંગ કામ કરવા ખેડૂતો નો એક સુરે માંગ

 

 

MORBI:મોરબી નર્મદાની ત્રણેય કેનાલ નાં સમયસર રીપેરીંગ કામ કરવા ખેડૂતો નો એક સુરે માંગ

 

ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસીવ ન કરવા હોય તો રાજીનામાં મૂકી દો! મોરબીના ધારાસભ્યની અધિકારીઓને સ્પષ્ટ વાત બાદ કેનાલ રીપેરીંગ કામ ધમધોકાર શરૂ થયું !

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

Oplus_16908288

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોને રીપેરીંગ કામ માટે માર્ચ મહિનામાં બંધ કરવામાં આવી છે અને કામ ગોકળગાય ગતિએ ચાલતું હોય ખેડૂતો ઉનાળામાં વાવેતર કરી શક્યા નથી અને ચોમાસું નજીક આવ્યું છતાં કેનાલ નાં રીપેરીંગ કામ માં દમ નહોતો જેથી ખેડૂતો એ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નેં રાવ કરી હતી અને બે દિવસ પહેલા સર્કીટ હાઉસ ખાતે નર્મદા કેનાલ નાં અધિકારીઓ અને કર્મચારીઓ ને બોલાવ્યા હતા જ્યાં ખેડૂતો એ એકસુરે જણાવ્યું હતું કે મોરબી જિલ્લા ની ત્રણેય કેનાલ નાં રીપેરીંગ કામ સમયસર કરીને સિંચાઇ માટે પાણી આપો તેવું બુલંદ અવાજે બોલી નેં કહ્યું હતું કામગીરી માં વિલંબ થઈ રહ્યો છે તેમાં અધિકારીઓ જવાબદાર છે. આ ઉપરાંત કેનાલમાંથી પાણી વહેંચી નાખીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી અને કોઈ અધિકારી કે કર્મચારી ફોન રીસીવ કરતા નથી તેવી ફરીયાદ બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ સ્પષ્ટ કહી દીધું હતું કે ખેડૂત નાં ફોન ન રીસીવ કરવા હોય તે અધિકારી રાજીનામું મુકી દેજો તેવું ઉગ્ર ભાષામાં વાત કરી ને કેનાલ રીપેરીંગ ક્યારે પુરૂં કરવાનું છે? અને કેનાલમાં પાણી ક્યારે છોડો છો? તેવો જવાબ માંગતા અધિકારી એ તારીખ ૩૧-૫- ૨૦૨૫ સુધીમાં કેનાલમાં પાણી છોડી દેવાશે તેવું જણાવ્યું હતું . આ મીટીંગ બાદ આ કેનાલ રીપેરીંગ કામ ધમધોકાર શરૂ થયું છે . અહીં એ વાત જણાવી દઈએ કે નર્મદા કેનાલ નાં અધિકારીઓ એ ૩૧-૫- સુધીમાં કેનાલમાં પાણી છોડવામાં આવશે તેવું જણાવ્યું હતું પણ ખેડૂતોને પિયત માં પાણી આપવા નું હોય પિયત નાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે અને પાણી ૧૫-૫-૨૦૨૫ સુધી માં કેનાલ માં છોડવામાં આવશે તેવું જાહેર કર્યું છે. જેથી કેનાલ રીપેરીંગ કામ ધમધોકાર શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!