કાર્યવાહી:મંગલેશ્વર ગામના લોકોએ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન રોકવા જનતા રેડ કરીને કામગીરી બંધ કરાવી


સમીર પટેલ, ભરૂચ
નર્મદા નદી કિનારાના ધોવાણ સહિત પાણીની ગુણવત્તા પણ કથળી રહી છે: ગ્રામજનો
ભરૂચના મંગલેશ્વર ગામના લોકોએ આજે બુધવારે 12 વાગ્યાની આસપાસ ગામ નજીક આવેલી નર્મદા નદી સર્વે નંબર 899 ગોચરની જમીન માં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ચાલી રહેલી રેતિ ખનન ને રોકવા માટે ગામના યુવાનોએ ભેગા મળીને જનતા રેડ કરી કામગીરી કામગીરી બંધ કરાવી હતી. ત્યારબાદ ગામના સરપંચ ઉપ સરપંચ સહિત ગામના લોકો ચાર વાગ્યાના અરસામાં ભરૂચ મામલતદારને લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન ના કારણે નદી કિનારનું ધોવાણ થઈ રહ્યું છે. તેમજ નદીના પાણીની ગુણવત્તા પણ કથળી રહી છે.
જે ગ્રામજનોનાં આરોગ્ય માટે પણ જોખમી છે. પાણી વાળી રેતી ભરીને જતા રોજ ના કેટલાય મોટા મોટા ઓવરલોડ ટ્રકો ના કારણે જાહેર માર્ગ જે બન્યા ને હાલ એક વર્ષ જેટલો સમય મા જ ખરાબ થઈ જાય છે. ખાસ કરીને મંગલેશ્વર થી શુકલતીર્થ, ઝાડેશ્વર પર, રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે દોડે છે. આ ટ્રકોમાં રેતી યોગ્ય રીતે ઢાંકેલી હોતી નથી, જેના કારણે રસ્તા પર રેતી અને માટી ઉડે છે.
આ ઉપરાંત, રસ્તા પર પણ માટી અને રેતીના ઢગલા પડ્યા રહે છે, જે વાહનોની અવરજવરને મુશ્કેલ બનાવે છે. અહિયાં થી રોજ 2 પોકલેન મશીન, નર્મદા નદીમાંથી રેતી કાઢવા 15 થી 20 બોટ કામ કરે છે. આમ ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન ને રોકવા માટે મામલતદારને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ચાલતા રેતી ખનને રોકવા માટે ગામના યુવાનો પહોંચી ગયા હતા. અને લિઝની પરવાનગી માગતા આપવામાં આવી ન હતી.




