MORBI મોરબી નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ નો એન્યુઅલ કાર્યક્રમ તરંગ 4.0 યોજાયો

MORBI મોરબી નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ નો એન્યુઅલ કાર્યક્રમ તરંગ 4.0 યોજાયો
બાળપણની નિર્દોષતા, શિક્ષકોની નિષ્ઠા અને માતા–પિતાના ગર્વને એક મંચ પર લાવતો ઉત્સવ એટલે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ નો એન્યુઅલ કાર્યક્રમ તરંગ 4.0*
મોરબી નામાંકિત નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ “તરંગ 4.0” માનનીય મહેમાનો, માતા–પિતા તથા વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન થયો.
*આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે તેમાં માત્ર બાળકો નહીં પરંતુ માતા–પિતાઓએ પણ સક્રિય રીતે ભાગ લીધો. પેરેન્ટ્સની ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમમાં લાગણી, ઉત્સાહ અને પરિવારભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો. બાળક અને પેરેન્ટ એકસાથે મંચ પર દેખાતા ક્ષણોએ કાર્યક્રમને વધુ યાદગાર અને ભાવનાત્મક બનાવી દીધો.નાનાં બાળકો દ્વારા રજૂ કરાયેલા નૃત્ય, સંગીત અને અભિનય સાથે પેરેન્ટ્સની હાજરી અને સહભાગિતાએ દર્શકો તરફથી ઉમળકાભરી તાલીઓ મેળવી. મંચ પર બાળકોનો આત્મવિશ્વાસ અને પેરેન્ટ્સનો ઉત્સાહ Sports સંસ્કારસભર વાતાવરણનો જીવંત દાખલો બન્યો.
આ પ્રસંગે શાળાના પ્રમુખ પી.ડી. કાંજીયા સરએ જણાવ્યું કે,“જ્યારે માતા–પિતા શિક્ષણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને છે, ત્યારે બાળકનો આત્મવિશ્વાસ અને વિકાસ અનેક ગણો વધે છે.તરંગ 4.0 એ બાળકો, પેરેન્ટ્સ અને શિક્ષકો વચ્ચેના સુંદર સમન્વયને દર્શાવ્યો છે.”તેમણે સમગ્ર સ્ટાફની નિષ્ઠા, આયોજન ક્ષમતા અને ટીમવર્કની પ્રશંસા કરી. ઉપસ્થિત મહેમાનો તથા પેરેન્ટ્સ દ્વારા પણ કાર્યક્રમની ઉદાર પ્રશંસા કરવામાં આવી.
તરંગ 4.0 એ ફરી એકવાર સાબિત કર્યું કે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ બાળપણને ઉજવે છે પરિવારને જોડે છે…અને ભવિષ્યને ઘડે છે.
*આ કાર્યક્રમ માં વિશેષ મહેમાન તરીકે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા,નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રંજનબેન કાંજીયા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બલદેવભાઈ સરસાવડિયા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સદસ્યશ્રીઓ, મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી નિલેશભાઈ કુંડારીયા, સંચાલક શ્રી યોગેશભાઈ ઘેટીયા, નક્ષત્ર હોસ્પિટલના ડોક્ટર શ્રીમહેન્દ્રભાઈ ફેફર ઉપસ્થિત રહ્યા હતા*










