GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી નવયુગ ઓફ એજ્યુકેશન ને 25 વર્ષ પૂર્ણ થતા: સિલ્વર જ્યુબીલીની ઉજવણી કરાશે

MORBI:મોરબી નવયુગ ઓફ એજ્યુકેશન ને 25 વર્ષ પૂર્ણ થતા: સિલ્વર જ્યુબીલીની ઉજવણી કરાશે

 

 

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ સ્ટાફ મિત્રોને મારા જય ગુરુદેવ આ નવયુગને આજે 25 વર્ષ પૂરા થયા તે બદલ એક બીજ માંથી વટવૃક્ષ બન્યુ તે બદલ સિલ્વર જ્યૂબિલી ઉજવી રહ્યા છીએ. જેમાં આ આનંદ આપની સાથે માણવો છે આ ઉત્સવ આપની સાથે ઉજવવો છે તે માટે રજીસ્ટ્રેશન કરવામાં જે google ફોર્મ આપણે વાયરલ કર્યું છે તેમાં 50% વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે હજુ પણ 50% વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બાકી છે તો જેમને પણ રજીસ્ટ્રેશન કર્યું નથી તે ઝડપથી કરે અને આ સિલ્વર જ્યૂબિલી ની ઉજવણીમાં સહભાગી થાય. આપણે આ સિલ્વર જ્યૂબિલી ઉજવણી તારીખ:- 27/10/2024 ને રવિવાર સાંજે 4:30 થી 8:30 સમય દરમિયાન રાખેલ છે. સ્થળ:- નવયુગ સંકુલ / નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન , ‘બા’ ની વાડી પાછળ, મોરબી રાજકોટ હાઇવે, ઉજવણી રાખવામાં આવેલ છે તો આપ સૌ કોઈ પધારશો.

Oplus_131072

આ સિલ્વર જ્યુબિલીની ઉજવણીમાં આપને આવવા માટે GIDC શનાળા રોડ ઉપરથી બસની વ્યવસ્થા રાખવામાં આવશે. જેથી અહીં સૌ કોઈ પોતાના વાહન લઈને આવે તો પાર્કિંગની સમસ્યા ઊભી ના થાય. છતાં પણ કોઈને પોતાનું વાહન લઈને આવવું હોય તો તે વાહનમાં વધુને વધુ સાથે આવી જાય તેમ કોમ્યુનિકેશન કરીને આવી શકો છો.જે બહારગામના છે તેમને આગલે દિવસે આવી જવાના હોય તો તેમને રોકાવાની વ્યવસ્થા આપણા નવયુગ સંકુલમાં કરવામાં આવેલ છે જેમાં બહેનો હોય તો આપણી નર્સિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહી શકે છે અને ભાઈઓ હોય તો નવયુગ સંકુલમાં બોયઝની હોસ્ટેલમાં રહી શકે છે.આપ સૌ કોઈ પધારશો તેમને આ 25 વર્ષ પૂર્ણ થયા અનુસંધાને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે.સાથો સાથ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો માંથી કોઈએ અનેરી સીધી પ્રાપ્ત કરેલ હોય તેમનું આ તકે તે દિવસે સન્માનિત કરવામાં આવશે કેવા લોકોને સન્માનિત કરવામાં આવશે. તેમની યાદી આપ સમક્ષ જણાવવી આપું જેમકે MD હોય અને પોતાની હોસ્પિટલ હોય , class 1 ઓફિસર હોય સામાજિક, રાષ્ટ્રીય, રાજકીય કે ધાર્મિક ક્ષેત્રે ઉચ્ચ પદ પ્રાપ્ત કરેલ હોય તેમને આ દિવસે સન્માનિત કરવામાં આવશે. તેમાં આપના ધ્યાનમાં કોઈએ ઉપરોક્ત પદ કે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમનું નામ, મોબાઈલ નંબર સન્માનિત હોદા ની વિગત 95748 72583 મોબાઈલ નંબર ઉપર ફોન કરી લખાવી દેવા વિનંતી જેથી સન્માનિતમાં કોઈ રહી ન જાય.આથી આપ સૌ પધારશો એવી આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

Back to top button
error: Content is protected !!