WANKANER:વાંકાનેરના અમરસર ગામે રીક્ષાનો કાચ તૂટવા બાબતે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

WANKANER:વાંકાનેરના અમરસર ગામે રીક્ષાનો કાચ તૂટવા નજવી બાબતે યુવક ને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરના અમરસર ગામે રહેતા જીતેશભાઈ શામજીભાઈ ચાવડા ઉવ.૩૨ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી દશરથભાઈ મૈસુરભાઈ ગમારા, રમેશભાઈ પરબતભાઇ ગમારા, કમલેશભાઈ ગાંડુભાઈ ગમારા ત્રણેય રહે.અમરસર ગામવાળા સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૨૬/૦૧ના રોજ રાત્રીના જીતેશભાઈ ચાલીને જતા હોય ત્યારે અમરસર ગામના સાગરભાઈ ગમારા સીએનજી રીક્ષા લઈને પાછળથી આવતા હોય ત્યારે જીતેશભાઈનો હાથ રીક્ષાના આગળના કાચને અડકી જતા કાચ તુટી જતા જીતેશભાઈએ કાચ તૂટવાનો સવારે ખર્ચો આપી દેવાની વાત થતા સમાધાન થઈ ગયું હોય, જ્યાંથી ફરિયાદી જીતેશભાઈ આગળ જતાં કેનાલના નાલા પાસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ફરિયાદી જીતેશભાઈનો કહ્યું કે ‘તે કેમ અમારા સમાજવાળાની રીક્ષાનો કાચ તોડ્યો’ ત્યારે જીતેશભાઈએ તે બાબતે સમાધાન થઈ ગયું છે તેમ જણાવતા ત્રણેય આરોપીઓએ જીતેશભાઈને જતી પ્રત્યે અપમાનિત કરી, ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન એક જોરદાર મુક્કો જીતેશભાઈને નાકના ભાગે મારતા તેઓને નાકમાં ગંભીર ઇજા પહોંચી હતી. હાલ વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







