GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં B.B.A પરીક્ષાના રીઝલ્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું

MORBI મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં B.B.A પરીક્ષાના રીઝલ્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું

 

 

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન રીઝલ્ટ ની સાથે સાથે અન્ય સ્પર્ધાઓમાં પણ હંમેશા અવલ જ હોય છે જેમાં હાલમાં જ બીબીએ સેમ ફોર ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું હતું તેમ જ sofi શાળાકીય એથલેટિક સ્પર્ધાનું આયોજન થયું હતું સાથે સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહ ગાન સ્પર્ધા અને ભારત કો જાનો પ્રશ્ન મંચ સ્પર્ધા યોજાઈ હતી

જેમાં બીબીએ સેમ ફોર રીઝલ્ટ: બીબીએ સેમ ફોરના રીઝલ્ટ માં દેત્રોજા મિહિર એ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર સાથે અવિસ્મરણીય ગૌરવ પ્રાપ્ત કરી આ હોનહાર સ્ટુડન્ટે પોતના જ્ઞાન મહેનત અને સંકલ્પ શક્તિથી એક અનોખો ઇતિહાસ રચ્યો હતો

SOFI શાળાકીય એથલેટિકસ સ્પર્ધા:આ સ્પર્ધામાં નવયુગ સંકુલ તેમજ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જેમાં 1500 મીટર દોડમાં કૈલા મોક્ષ એ પ્રથમ નંબર તેમજ 100 મીટર દોડમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે
યોગાસન સ્પર્ધામાં જેઠલોજા મૈત્રીએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ જશે તેમ જ જેઠલોજા હાર્દ,બાવરવા દિયા, સુવારીયા જેન્સી, વડસોલા વિશ્વા અને અંબાણી સ્વેની એ પણ નંબર પ્રાપ્ત કર્યો હતો ચક્ર ફેક સ્પર્ધામાં કાંજિયા ધ્રુવે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે
બેઝબોલમાં કુલ છ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે જેમાં બપોલિયા સ્વયં, અઘારા શિવ વસાણીયા હિત, દલસાણીયા વીર, સાવરીયા વર્ધન અને આધારા અનંત નો સમાવેશ થાય છે


ગોળા ફેંક અને ચક્રસ્પેક સ્પર્ધામાં જાડેજા અતિબાએ મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષાએ રમવા જશે તેમજ હેમર થ્રો સ્પર્ધામાં ફેફર વેદાંતે જિલ્લામાં પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષાએ રમવા જશે સમૂહ ગાન અને ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધામાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ આંબલીના જેનીશ અને કુઢિયા રાસીંગ એ મોરબી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો બીજા નંબર પર પરમાર સ્વાતિ અને ઓગણજા દિશાએ સફળતા મેળવી હતી તેમજ સમૂહ ગાન સ્પર્ધામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યું હતું


ઉપરોક્ત તમામ સિદ્ધિ મેળવવા બદલ નવી ગ્રુપો એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબ તેમજ નવયુગ પરિવાર અભિનંદન પાઠવે છે

Back to top button
error: Content is protected !!