BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં ઔદ્યોગિક સલામતી બેઠક:મેજર એક્સીડેન્ટલ હેઝાર્ડ યુનિટ્સની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં આવેલા મેજર એક્સીડેન્ટલ હેઝાર્ડ યુનિટ્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર કચેરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં હતા.
અધ્યક્ષે પાછલા વર્ષોના અકસ્માતોનું વિશ્લેષણ અને મૃત્યુદર અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરવાની સૂચના આપી હતી. તેમણે એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. કટોકટીના સમયે ઔદ્યોગિક એકમોએ સંવેદનશીલતા દાખવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લામાં આવેલા યુનિટ્સ, વપરાતા રસાયણો અને સંભવિત અકસ્માત સમયે ઉપયોગી સાધનોની ઉપલબ્ધતા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. મોકડ્રિલ આયોજન અને સેફ્ટી ઓડિટની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.
હાનિકારક રસાયણોના લીકેજ કે આગની ઘટના સમયે લેવાના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સબ ડિવિઝન કક્ષાએ લોકલ ક્રાઈસીસ ગ્રુપની રચના કરવા અને નિયમિત મીટિંગ્સ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બેઠકમાં સેફ્ટી ઓફિસર રામમૂર્તિ શર્મા સહિત પ્રાંત અધિકારી, મામલતદારો, ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!