GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વેજીટેબલ રોડ પર માતાના મઢ સેવા કેમ્પમાં પેરવીમાં હતા ત્યારે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

 

MORBI:મોરબીના વેજીટેબલ રોડ પર માતાના મઢ સેવા કેમ્પમાં પેરવીમાં હતા ત્યારે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

 

 

મોરબી શહેરના વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરવામાં આવી હોય જેમાં મોબાઈલ બાબતે બોલાચાલી થતા એક ઇસમેં છરી વડે યુવાન સહિતનાને આડેધડ ઘા ઝીંકી દેતા એક યુવાનનું મોત થયું હતું જયારે બે યુવાનને ઈજા પહોંચતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબીના વેજીટેબલ રોડ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ.૩૫) આરોપી ઈરફાન દાઢી જામ મિયાણા રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ઈરફાન જામે ભાઈ શામજી પોપટ ચાવડાને પંચમુખી હનુમાનજી મંદિર પાસે મારામારી કરી ફરિયાદીના ભાઈ શામજીભાઈ તેમજ તેના મિત્ર જગદીશ બારોટ અને પ્રભુભાઈ કોળીને છરીના ઘા ઝીંક્યા હોય જેમાં શામજી ચાવડાને ગંભીર ઈજા પહોંચતા મોત થયૂ હતું પોલીસે હત્યાની હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને હત્યા કરનાર આરોપી ઈરફાન દાઢી જામને ઝડપી લીધો હતો જે મામલે ડીવાયએસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે હત્યા કરનાર આરોપી ઈરફાન જામને ઝડપી લઈને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર અને લોહી વાળા કપડા કબજે લીધા છે તેમજ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે બનાવમાં જગાભાઇએ મોબાઈલ લીધો હોય તેવી શંકા રાખીને આરોપી ઈરફાન વેજીટેબલ રોડ પર રાહ જોઇને બેઠો હતો અને ત્રણેય મિત્રો નીકળતા બોલાચાલી કરી છરી વડે હુમલો કરી દીધો હતો મૃતક અને તેના મિત્રો માતાના મઢ સેવા કેમ્પમાં જવાની તૈયારી કરતા હતા ત્યારે બનાવ બન્યાનું ખુલ્યું છે હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી ઈરફાન વિરુદ્ધ અગાઉ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનો નોંધાઈ ચુક્યો છે..

Back to top button
error: Content is protected !!