કેશોદ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતા ધ્રાબાવડ ગામે ગૌશાળાની બાજુમાં રીક્ષામાં બેઠેલ ઈસમો પાસેથી વન્યપ્રાણી ઘો ના શિકાર સાથે શિકારીઓને પકડી પાડતી સામાજીક વનીકરણ રેન્જ, કેશોદ
કેશોદ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતા ધ્રાબાવડ ગામે ગૌશાળાની બાજુમાં રીક્ષામાં બેઠેલ ઈસમો પાસેથી વન્યપ્રાણી ઘો ના શિકાર સાથે શિકારીઓને પકડી પાડતી સામાજીક વનીકરણ રેન્જ, કેશોદ

નાયબ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ તથા, મદદનીશ વન સંરક્ષક, સામાજીક વનીકરણ પેટા વિભાગ, જુનાગઢનાં માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી વન્યપ્રાણી સંરક્ષણ સબબ પેટ્રોલીંગ કરતાં સામાજીક વનીકરણ રેન્જ, કેશોદનાં કાર્યક્ષેત્રમાં આવતા અજાબ રાઉન્ડના કાર્યવિસ્તારમાં દિવસ દરમ્યાન ધ્રાબાવડ ગામે ગૌશાળાની બાજુમાં રીક્ષામાં બેઠેલ ઇસમો પાસેથી વન્યપ્રાણી ઘો ના શિકાર સાથે શિકારીઓને પકડી બદ-ઈરાદા સાથે વન્યપ્રાણીનો શિકારનો અપરાધ કરતા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ ૨૦૨૨)નાં ભંગ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં પકડાયેલ આરોપીઓ મુકેશભાઈ હમીરભાઈ ડગરા, ભોજાભાઈ વેલજીભાઈ ડાંગરા,ભાઈજી વલ્લભ વાઘેલા,શભુભાઈ બચુભાઈ સોઢા રે. રાણેકપરા, વાદીવાસ, સામાજીક વનીકરણ રેન્જ ગુન્હા રજી.નં.૧/૨૦૨૪-૨૫ નાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ- ૧૯૭૨ ની કલમ ( સુધારા અધિનિયમ, ૨૦૨૨) ૨(૧૬), ૨(૧૭), ૨(૨૦), ૨(૩૩), ૨(૩૬), ૨(૩૭), ૯, ૩૯, ૫૦, ૫૧, ૫૨, ૫૭ ના ભંગ મુજબ. તેમજ કબજે કરેલ મુદામાલની વન્યપ્રાણી ઘો જીવ-૩, ડોબર મેન કુતરી – ૧,છકડો રીક્ષા નંબર GJ 11 UU 1048, શિકાર માટેની જાળ સાથે RFO શ્રીમતી જી.પી.સુહાગીયા,પી.આર.ગાધે, ઈ.વનપાલ, કેશોદ,આર. બી. ચૌહાણ, વનપાલ, કેશોદ, કે. એમ. રાઠોડ, વનપાલ, ભાટ સીમરોલી,એસ. જે. સારીયા, વનરક્ષક, કેશોદ તેમજ કોર્ટ આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહિ કરી મે. ફસ્ટ કલાસ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબ કેશોદની કોર્ટમાં સદર આરોપીઓને રજુ કરેલ.મે.ફસ્ટ કલાસ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી કેશોદની કોર્ટ દ્રારા સદર આરોપીઓના જામીન ના મંજુર કરી જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે
રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





