MORBI:મોરબી પંચવટી સોસાયટી સ્થાનિકોએ પાણી પ્રશ્ને પાલિકામાં રામધૂન
MORBI:મોરબી પંચવટી સોસાયટી સ્થાનિકોએ પાણી પ્રશ્ને પાલિકામાં રામધૂન
ગઈકાલે ચેતનભાઈએ પોતાનાજ ઘરમાં પાણીના ટાકામાં બેસી નોંધાવ્યો હતો વિરોધ મ.પા માં સ્થાનિકો એ રામધૂન કરી વિરોધ નોંધાવ્યો પંચવટી સોસાયટીના રહીશો 10 વર્ષથી પાણીની તંગી અનુભવી રહ્યા હોવાનો આક્ષેપ
મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે પરંતુ શહેરની સુરત ક્યારે બદલશે તે મોટો સવાલ છે કારણકે મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં રોડ રસ્તા, પીવાના પાણી અને ગંદકી સહિતના પાયાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્ને સ્થાનિકે ટાંકામાં બેસી ગઈકાલે વિરોધ નોંધાવ્યો હતો છતાં ઉકેલ નહિ આવતા આજે સોસાયટીના રહીશોએ મહાપાલિકા કચેરીએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો છે
મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાના પાણીનો પ્રશ્ન લાંબા સમયથી જોવા મળે છે જે મામલે તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ થયો ના હતો જેથી સોસાયટીના રહીશે પાણીના ટાંકામાં બેસી ગઈકાલે વિરોધ નોંધાવ્યો હતો છતાં નીમ્ભર તંત્રને કોઈ ફર્ક પડ્યો નથી અને પ્રશ્ન જેમનો તેમ જોવા મળે છે ત્યારે આજે પંચવટી સોસાયટીની મહિલાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મહાપાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો છે સોસાયટીના રહીશોએ છેલ્લા 10 વર્ષથી પાણીની તંગી અનુભવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો
જ્યાં સુધી પાણી પ્રશ્ને અધિકારી દ્વારા લેખિત બાહેંધરી નહીં આપવામાં આવે અને ખાલી કુંડીમાં બેસીને વિરોધ કરી રહેલા ચેતનભાઈને પારણા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી કચેરીમાં બેસીને અમે વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું અને મહાનગરપાલિકાના દરવાજાને તાળાબંધી પણ કરીશું.