AHAVADANGGUJARAT

આહવા નગરનાં ૭ જેટલા ધનકુબેર નબીરાઓ રાજાપાટ કરતા આહવા પોલીસે ૧.૯૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં.

વાત્સલ્યમ સમાચાર
  મદન વૈષ્ણવ

આહવાનગરનાં 7 જેટલા ધનાઢ્ય નબીરાઓ રાજાપાટ કરતા ઝડપાયા,આહવા પોલીસે કુલ 1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી..  
ડાંગ જિલ્લાની આહવા પોલીસની ટીમે સાત જેટલા ધનાઢય નબીરાઓને રાજાપાઠ કરતા ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકનાં પી.આઈ.એ.ડી.સુથાર પોલીસ મથકમાં હાજર હતા.તે દરમ્યાન તેઓને આહવાની સહયોગ સોસાયટીમાં અનિષભાઈ હનીફભાઈ ધાનાણીનાં રહેણાક મકાનમાં કેટલાક ઈસમો પૈસા વડે જુગાર રમી રમાડી રહ્યાની બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે પી.આઈ.એ.ડી.સુથારે સર્ચ વોરંટ કાઢી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી અને બી.આર.ચાવડાની ટીમને સ્થળ પર મોકલી હતી.અહી આહવા પોલીસની ટીમે સ્થળ પર પોહચી રહેણાક મકાનનો દરવાજો ખખડાવી દરવાજો ખોલાવતા અહી ગેરકાયદેસર રીતે રાજાપાટ કરતા સાત જેટલા ધનાઢ્ય  નબીરાઓને રંગે હાથ ઝડપી પાડયા હતા.આ રહેણાક મકાનમાં સાત જેટલા ધનાઢય નબીરાઓ નશાની હાલતમાં ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો  પૈસા પર હાર જીતનો જુગાર રમી રહ્યા હોય તેવુ સ્થળ પર જણાઈ આવ્યુ હતુ.જે બાદ આહવા પોલીસની ટીમે સ્થળ પરથી ધનાઢય નબીરાઓમાં (1) અનિશભાઈ હનીફભાઈ ધાનાણી,(2) મયુરભાઈ રતિલાલભાઈ ઢિમ્બર,(3) સૌરવભાઈ રાજનભાઈ વડકેલ,(4) યોગેશભાઈ રામદાસભાઇ ઠાકુર,(5) સાગરભાઈ રાજુભાઇ મહાજન,(6) વિજેંદ્રભાઇ શિવદાસભાઈ પવાર,(7) જીગરભાઈ મોહનભાઈ ઠાકુર(તમામ રહે.આહવાનગર તા.આહવા જી.ડાંગ) ની અટકાયત કરી હતી.તેમજ આહવા પોલીસની ટીમે સ્થળ પરથી ધનાઢય નબીરાઓ પાસેથી ખાલી બિયરની ટીન,ગંજીપાનાની સીલબંધ-10 નંગ,તથા ખુલ્લી ગંજી પાનાની 3 નંગ, તેમજ અંગઝડતીમાં મોબાઈલ નંગ-8 જેની કિંમત 1.77 લાખ તથા રોકડ રૂપિયા 14,890/-મળી કુલ કિંમત રૂપિયા 1,91,890/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.હાલમાં આહવા પોલીસ મથકનાં પી.આઈ.એ.ડી.સુથારે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે નોંધનીય છે આહવા નગરમાં આહવા પોલીસની ટીમે કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર ધનાઢય નબીરાઓને કાયદાનું ભાન કરાવી કાયદો દરેક વર્ગ માટે સરખો હોવાનું સાબિત કરી બતાવ્યુ છે.આહવા નગરમાં ધનાઢય નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાતા નગરજનોએ આહવા પી.આઈ.એ.ડી.સુથાર સહીત પોલીસની કામગીરીને બિરદાવી છે.

Back to top button
error: Content is protected !!