હાલોલ નગરમાં ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઇ હાલોલ ટાઉન પોલીસ મથકે બેઠક યોજાઈ.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૯.૨૦૨૪
હાલોલ નગરમા ગણેશ ચતુર્થી તેમજ ઈદે મિલાદુનનંબી ના પવિત્ર ધાર્મિક તહેવાર એક સાથે આવતા હોય અને આ તેહવાર બન્ને સમાજના લોકો સાથે મળી આનંદ ઉત્સાહના વાતાવરણ તેમજ કોમી એખલાસ અને ભાઈચારાના શાંતિપુર્ણ માહોલમાં ઉજવાય તે માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે બેઠક યોજાઇ હતી.જેમા આગામી તા.16 સપ્ટેમ્બર સોમવારના રોજ મુસ્લીમ સમુદાયનો પવિત્ર તેહવાર ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને આજે રવિવારે હાલોલ ટાઉન પોલીસ મથકે બેઠક યોજાઇ હતી જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.જ્યારે હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરી દ્વારા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું જેમાં ઈદે મિલાદ ના જુલુસનું નિર્ધારિત રૂટ ની વિશેષ ચર્ચા વિચારણાઓ કરવામા આવી હતી જ્યારે આ બન્ને તેહવાર માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌને તાકીદ કર્યા હતા અને બંને તેહવારો શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાઈ તેવી અપીલ કરી હતી.