વરીયાલ પ્રાથમિક શાળા ખાતે આચાર્ય જયેન્દ્રસિંહ માધુસિંહ રણા સાહેબનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના વરીયાલ ગામ પ્રાથમિક શાળા આચાર્ય જયેન્દ્રભાઈ માધુસિહ રાણા વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આજના કાર્યક્ર માં ઉપસ્થિત સેન્ટરના આચાર્ય હર્ષદભાઈ, સી.આર.સી.કો-ઓર્ડીનેટર ગોવિંદભાઈ સાહેબ, દલવાડા કેન્દ્રની જુદી જુદી શાળાઓમાંથી પધારેલા આચાર્ય ,તેમજ શિક્ષક મિત્રો તથા ગામમાંથી સરપંચ વિજયભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ એસએમસી કમિટીના અધ્યક્ષ દશરથભાઈ સાહેબ તથા સભ્યશ્રીઓ, ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં વડીલો યુવાનો ભાઈઓ બહેનો અને માતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સર્વ ધર્મ પ્રાર્થના કરી અને પધારેલ મહેમાનોનું શાબ્દિક અને ફૂલ છડીથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી વય નિવૃત થતા આચાર્યશ્રી રણા જયેન્દ્રભાઈ અત્રેની શાળામાં છેલ્લા 24 વર્ષથી ફરજ બજાવતા હતા તેમના કાર્યકાળ દરમિયાન આ શાળા માટે આ ગામ માટે અને શિક્ષણ જગત માટે ખૂબ મોટી સેવા આપેલી છે
દલવાડા સી.આર.સી કો-ઓર્ડીનેટર ગોવિંદભાઈ દ્વારા સંસ્કૃતના શ્લોકથી શરૂઆત કરી અને શિક્ષક એટલે કે ગુરુ માં સર્જન અને વિસર્જન બંને શક્તિઓ છુપાયેલી છે તેના મહિમાની વાત કરી આચાર્ય સાથે કામગીરી કરવા માં થયેલા અનુભવ શેર કર્યા અને નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી કેન્દ્ર આચાર્ય હર્ષદભાઈ દ્વારા સાહેબ ઉંમરના કારણે ભલે નિવૃત્ત થાય છે પરંતુ તેમનું હૃદય હંમેશા યુવાન છે અને તેમણે અત્યાર સુધી અમને ખૂબ સારો સહકાર આપેલો છે જે ક્ષણો ને યાદ કરી ને હવે પછીના શેષ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ ધિરસિંહ ભાઈ ગામના વરિષ્ઠ નાગરિક તરીકે બારીઆ વિજયભાઈ સરપંચ , તેમજ રમેશભાઈ વગેરે ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને તેમનું સાલ શ્રીફળ અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું શાળા પરિવાર દ્વારા સવિશેષ સન્માન કરવામાં આવ્યું જેમાં સન્માન પત્ર તેઓ જે ઈષ્ટ દેવ માં માને છે તેવા સાઈબાબા ની ફોટો કોપી સાલ અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું જે બદલ શાળા પરિવાર ધન્યતાની લાગણી અનુભવે છે કાર્યક્રમના અંતે ઉદેસિહ ભાઈ સાહેબ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનો અમારી શાળાના બાળકો સૌ સાથે મળી ને ભોજન લીધું હતું આમ આજનો સમગ્ર કાર્યક્રમ સાહેબના કરેલા કામો ને યાદ કરી સૌ ભાવવિભોર બની ગયા હતા અને નિવૃત્તિ પછીના જીવન માટે અનેક અનેક શુભેચ્છાઓ સહ મંગલમય જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવી હતી





