GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નાસ્તાના ટેબલ રાખીને દબાણ કરીને જાહેર રસ્તા ઉપર ટ્રાફીક તેમજ ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવા કમિશનર લેખિતમાં રજૂઆત

 

 

MORBI:મોરબી નાસ્તાના ટેબલ રાખીને દબાણ કરીને જાહેર રસ્તા ઉપર ટ્રાફીક તેમજ ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવા કમિશનર લેખિતમાં રજૂઆત

 

મોરબી 2 શકિત કોમ્પલેક્ષ તમામ વેપારીઓ  કમિશનરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું કે નટરાજ ફાટક પાસે શકિત કોમ્પલેક્ષ સામાકાંઠે, મોરબી-ર માં સાંજના સમય દરમ્યાન ઘણી ટ્રાફીક થાય છે અને આ ટ્રાફીકમાં શકિત કોમ્પલેક્ષ પાસે આવેલ વાહન પાર્ક કરવા માટે માત્રને નગરપાલિકાની હદમાં આવેલ જગ્યામાં તમામ શકિત કોમ્પલેક્ષના ઝેરોક્ષ વાળા, વેપારીઓ તેમજ જાહેર જનતા પોતાની ગાડીઓ તથા વાહન પાર્ક કરી શકે છે. પરંતુ છેલ્લા એકાદ મહિના થી આ નગરપાલિકાની જગ્યામાં રાજુ ચાઈનીઝ વાળાએ ખોટી રીતે કબ્જો કરીને સાંજના સમયમાં પોતાના નાસ્તાના ટેબલો ગોઠવી દે છે જેને કારણ આ ગ્રાઉન્ડમાં કોઈ વાહન પાર્ક થઈ શકતુ નથી અને બધા જ વાહનો રોડ ઉપર સાઈડમાં પાર્ક કરવા પડે છે. જેથી સાંજના સમય દરમ્યાન ખૂબ જ ટ્રાફીક થાય છે. વધારામાં જણાવવાનું મોડી રાત્રીના સમય દરમ્યાન આ રાજુ ચાઇનીઝ વાળા પોતાનો નાસ્તાનો એઠવાડ તેમજ કચરો જયાં ત્યાં ફેકીને જાહેરમાં ગંદકી કરતા હોય છે.આથી અમારા તમામ શકિત કોમ્પલેક્ષના વેપારીની અરજ છે કે આ જગ્યા જે નગરપાલિકાની હદમાં આવે છે. તેમાં રાજુ ચાઈનીઝ વાળાના ટેબલો તેમજ તેનો સામાન કાયમી માટે હટાવી દે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માગ કરી છે જેથી કરીને સાંજના સમય દરમ્યાન વાહન ગ્રાઉન્ડમાં વ્યવસ્થિત પાર્ક થઈ શકે અને ટ્રાફીકની સમસ્યા અમુક અંશે હલ થઈ શકે એમ છે

Back to top button
error: Content is protected !!