MORBI:મોરબી જિલ્લા માહિતી ખાતાની વ્હાલા દવલાની નીતિને લઈને પ્રેસ મીડિયા એસોસિયેશન મોરબીનો બહિષ્કાર
MORBI:મોરબી જિલ્લા માહિતી ખાતાની વ્હાલા દવલાની નીતિને લઈને પ્રેસ મીડિયા એસોસિયેશન મોરબીનો બહિષ્કાર
મોરબી : મોરબી જિલ્લા માહિતી ખાતા દ્વારા અપનાવવામાં આવેલી વ્હાલા દવલાની નીતિને લઈને મોરબીના પત્રકારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ મુદ્દે પ્રેસ મીડિયા એસોસિયેશન મોરબી દ્વારા સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી જિલ્લા માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થનારા કોઈપણ સમાચારો અથવા જાહેરાતો પ્રેસ મીડિયા એસોસિયેશન સાથે જોડાયેલા કોઈપણ પત્રકારો દ્વારા પ્રકાશિત કરવામાં નહીં આવે.
પ્રેસ મીડિયા એસોસિયેશન મોરબીના સભ્યોનું માનવું છે કે જિલ્લા માહિતી ખાતા દ્વારા સ્થાનિક પત્રકારો પ્રત્યે અન્યાયપૂર્ણ અને ભેદભાવપૂર્ણ વર્તન અપનાવવામાં આવી રહ્યું છે. સતત રજૂઆત છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા અંતે એસોસિયેશને બહિષ્કારનો નિર્ણય કર્યો છે.
એસોસિયેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, પત્રકારો સરકાર અને જનતા વચ્ચેનો એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે, અને જો સરકારની માહિતી કચેરી જ ભેદભાવ રાખે તો સ્વતંત્ર પત્રકારિતાનો હેતુ અધૂરો રહી જાય છે.
પ્રેસ મીડિયા એસોસિયેશન મોરબી દ્વારા રાજ્ય સ્તરે ગુજરાત સરકારની માહિતી કચેરીને પણ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે જેથી પત્રકારોને મળતા અન્યાય સામે યોગ્ય પગલાં લેવામાં આવે.