વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ જુલાઈ : ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાનસીયલ સર્વિસ DFS ની સૂચના મુજબ આખા રાષ્ટ્ર માં 1.7.25 થી 30.9.25 સુધી નાણાંકીય સાક્ષરતા યોજનાઓનું અભિયાન ત્રણ માસ સુધી શરૂ થયેલ છે.આ સાથે ગુજરાત ના 33 જિલ્લા માં પણ આજ રોજ તારીખ 18-07-2025 ના મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. જેના ભાગરૂપે માં કચ્છ જિલ્લામાં ભુજ તાલુકા ના માનકુવા ગ્રામ પંચાયત ખાતે સંતૃપ્તિ અભિયાન અંતર્ગત કેમ્પ રાખવામાં આવેલ હતો.
જેમાં બેંક ઓફ બરોડા ના ડેપ્યુટી રિજનલ હેડ શ્રી અમિત સિંઘલ એ ખાસ હાજરી આપી અને લોકો ને કેમ્પ ના હેતુ સમજાવતા કહેલ કે સરકાર શ્રી ની વીમા યોજના અને અટલ પેન્શન યોજના નો દરેક વ્યક્તિ એ લાભ લેવો જોઈએ. વધુ માં તેઓ એ ડિજિટલ ફ્રોડ વિશે પણ માર્ગદર્શન આપેલ હતું.કેમ્પ નો શુભારંભ કરાવતા કચ્છ જીલ્લા ના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર મિતેશ ગામિતે દરેક ને PMJJBY અને PMJSBY તથા અટલ પૅન્શન યોજના માં જોડાવા માટે અપીલ કરેલ હતી નાબાર્ડ ના ડીડીએમ શ્રી નીરજ કુમાર એ દરેક યોજનાઓ વિષે વિસ્તૃત તથા નોમિનેશન અંગે ઘણી સરસ માહિતી આપેલ હતી.આ કાર્યક્રમ માં કેમ્પેઇન ની વિગતવાર માહિતી લીડ બેંક મેનેજર શ્રી મિતેશ ગામિતે આપી હતી કે કચ્છ જિલ્લામાં ગ્રામીણ સ્તરે એફઆઈ યોજનાઓના સંતૃપ્તિ માટે ૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ માસની ઝુંબેશ યોજાશે જેમાં
૧. હાલના નિષ્ક્રિય PMJDY ખાતાઓ હેઠળ KYC ની ચકાસણી.
૨. સામાજિક સુરક્ષા યોજનાઓ જેમ કે PMJBY, PMSBY અને APY હેઠળ નોંધણી.
૩. PMJDY હેઠળ બેંક ખાતા વગરના પુખ્ત વયના લોકો માટે બેંક ખાતું ખોલવું.
૪. ડિજિટલ છેતરપિંડી નિવારણ પર જાગૃતિ સત્ર.
ઉપર મુજબ ની યોજના ઑ નો લાભ દરેક ગ્રામ પંચાયત લેવલ ઉપર આ કેમ્પ માં દરેક વ્યક્તિ લાભ લઈ અને સરકારશ્રી ના આ અભિયાન ને સફળ બનાવવામાં મદદ કરે તેવા પ્રયાસ બેંક દ્વારા કરવામાં આવી રહ્યા છે. સરપંચ શ્રી પુરુષોતમભાઈ પટેલે જણાવેલ કે બેંક ઓફ બરોડા દરેક વ્યક્તિ માટે ખાતા ખોલવા તથા ckyc કરવા માટે કેમ્પ યોજવામાં આવેલ છે તો દરેક આ કેમ્પ નો લાભ લે અને કેમ્પ ને સફળ બનાવે આ પ્રસંગે માનકુવા ના સરપંચ શ્રી પુરુષોતમ ભાઈ, BOB ના ડેપ્યુટી રિજનલ હેડ શ્રી અમિત સિંઘલ, અગ્રણી જીલ્લા પ્રબંધક શ્રી મિતેશ ગામિત, નાબાર્ડ ના DDM શ્રી નીરજ કુમાર, આરોહ ફાઉન્ડેશન માંથી ડિસ્ટ્રીક કોઓર્ડિનેટર દાનવીર સર , મિશન મંગલમ્ ના સચિન પંડ્યા અને BOB માનકુવા શાખા ના બ્રાન્ચ હેડ બદ્રીનારાયણ ભાટી, ક્લસ્ટર કોર્ડીનેટર દમયંતી બેન, બેંક સખી રીટા બેન તેમજ બેંક મિત્ર સુસ્મિતા બેન ,સખી મંડળ ની બહેનો, બેંકમિત્રો હાજર રહ્યા હતા, મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહી કેમ્પ નો લાભ લીધેલ હતો. કેમ્પ દરમ્યાન અનેક લોકો એ બેંક ની વિવિધ યોજના નો લાભ લીધેલ હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન બેંક ઓફ બરોડા માનકુવા બ્રાન્ચ ,બેંક સખી રીટા બેન અને સાગર ભાઈ દ્વારા કરવા માં આવ્યું હતું
ધન્યવાદ,