GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મહાનગરપાલિકાના ‘મોંઘા’ મંડપ ચાજૅ સામે વિરોધ રાજકોટમાં રૂ.૫૦૦ તો મોરબીમાં રૂ.૨૫૦૦ કેમ?

MORBI મોરબી મહાનગરપાલિકાના ‘મોંઘા’ મંડપ ચાજૅ સામે વિરોધ રાજકોટમાં રૂ.૫૦૦ તો મોરબીમાં રૂ.૨૫૦૦ કેમ?

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર મંડપ નાખવા માટે વસૂલવામાં આવતા તોતિંગ ચાર્જ સામે હવે રાજકીય અને સામાજિક વિરોધ તેજ બન્યો છે. મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ ચાર્જમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગ કરી છે.

​શહેર કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા અનુસાર, મોરબી શહેરમાં સામાન્ય નાગરિક કે વેપારી જો પોતાના પ્રસંગ માટે જાહેર માર્ગ પર 90 x 10 ની સાઈઝનો મંડપ નાખે, તો મહાનગરપાલિકા તેની પાસેથી એક દિવસના રૂ.2500 વસૂલે છે. તેની સરખામણીએ પડોશી શહેર રાજકોટમાં આજ સાઈઝના મંડપ માટે રાજકોટ મહાનગરપાલિકા માત્ર રૂ.500 ચાર્જ લે છે.

​પુષ્પરાજસિંહ જાડેજાએ પત્રમાં આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે:મોરબી ગુજરાતની બહારનું કોઈ અલગ રાજ્ય છે કે અહીં અલગ અને આટલા ઊંચા ચાર્જ વસૂલવામાં આવે છે ? મોરબીના મધ્યમ વર્ગીય પરિવારો અને નાના વેપારીઓ માટે રૂ.2500નો ચાર્જ એ આર્થિક ‘જુલ્મ’ સમાન છે.મોરબીમાં પણ રાજકોટ મહાનગરપાલિકા જેવો જ વ્યાજબી ચાર્જ લાગુ કરવો જોઈએ.સ્થાનિકોનું કહેવું છે કે પ્રસંગોપાત મંડપ નાખવો એ સામાન્ય જરૂરિયાત છે. જો પાલિકા આટલો મોટો ચાર્જ વસૂલશે, તો સામાન્ય માણસ માટે પ્રસંગ કરવો પણ મોંઘો બનશે.

Back to top button
error: Content is protected !!