MORBI:મોરબી -રાજકોટ હાઈવે પર ટંકારા નજીક રોડ પર લાગેલા નાના બેનરો દુર કરવા આમ આદમી પાર્ટી ની માંગ

MORBI:મોરબી -રાજકોટ હાઈવે પર ટંકારા નજીક રોડ પર લાગેલા નાના બેનરો દુર કરવા આમ આદમી પાર્ટી ની માંગ
મોરબી રાજકોટ હાઇવે પર ધણાં સમય થી નાના બેનરો અને હોડીગ લાગેલાં છે. આ તમામ બેનરો અને હોડીગ વરસાદ સાથે થોડો જ પવન લાગતાં ની સાથે ટુટી ને રોડ પર આવવા લાગ્યા છે. આ રોડ પર સતત ટ્રાફિક અને ભીડભાડ વાળો હાઈવે છે જો આવાં હોડીગ અને બેનરો રસ્તા પર આવતા મોટા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે અને રાત્રી ના સમયે રોડ પર આવા બેનરો અને હોડીગ હોય તો વહાન ચાલકોને અકસ્માત નો ભોગ પણ બની શકે છે. આ બાબતે આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને આમ આદમી પાર્ટી ના ટંકારા તાલુકાના યુવા પ્રમુખ કુલદીપભાઈ ભાગીયા દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે કોઈ અનીચ્છનીય બનાવ ન બને એ પહેલા તે તમામ બેનરો અને હોડીગ દુર કરવામાં આવે અને ભવિષ્યમાં આવાં કોઈપણ બનરો અને હોડીગ રોડ પર ન લગાવે તેવી માંગ કરવામાં આવી છે…







