MORBI મોરબી રાજકોટ રોડ ઉપર સમય કલોક પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ્પને ખુલ્લો મુકાયો
MORBI મોરબી રાજકોટ રોડ ઉપર સમય કલોક પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ્પને ખુલ્લો મુકાયો
“હૈયે છે હામ અને હોઠે છે માં આશાપુરા નું નામ મારે ચાલીને જવું કચ્છ માતાના મઢ”
ટંકારા વિરપર ગામ નજીક સમય કલોક પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ હિતેષ ભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનુ આયોજન કરીને પુણ્યનુ ભાથું બાંધવા સેવાકીય પ્રવૃતિ કરીને કચ્છની દેવી માં આશાપુરાના આર્શિવાદ સેવા કરીને લઈ રહ્યા છે ગુજરાત ભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કચ્છ માતાના મઢ તરફ દર્શન કરવા ઉમટ્યા છે જેથી પગપાળા જતા પદયાત્રીઓને રહેવા જમવા કે પછી આરામ કરવા માટે કોઈ અગવડતા ન પડે ને કચ્છ માતાના મઢ વિના સંકોચે થાક્યા પાક્યા વિના પહોંચે તેવી ઠેરઠેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પનુ આયોજન કરી પદયાત્રીઓની સેવામાં રાત દિવસ ખડેપગે રહીને સેવા પુરી પાડે છે ત્યારે સમય કલોક ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ ટંકારા વિરપર ગામ નજીક સમય કલોક પાસે કેમ્પનુ આયોજન કરાયું છે
આ કેમ્પના ૨૬ વર્ષ પુરા કરી ૨૭ વર્ષમાં મગલ પ્રવેશ કર્યો છે આ કેમ્પ તા.11સપ્ટેમ્બર ૨૦૨૫થી 15સપ્ટેમ્બર બપોર સુધી કેમ્પ ખુલ્લો મુકાયો છે પદયાત્રીઓની સેવામાં ધમધમતો રહેશે જેમાં આ કેમ્પમાં ભોજન જમવાનું,ચા પાણી નાસ્તો , ચંપલ , મોજાં મસાજ વાયબ્રન્ટ મસીન , મેડિકલ લગતી તમામ અને રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ છે તો રાજકોટ તરફથી આવતા પદયાત્રીઓ કેમ્પમાંરહેવા જમવા સહીતની સુવિધાઓ ઉપલબ્ધ હોય આ સેવા કેમ્પનો લાભ લેવા માટે પદયાત્રીઓને પધારવા વિનંતી