MORBI:મોરબી એનડીપીએસના ગુનામાં આરોપીને શરતી જામીન પર છુટકારો
MORBI:મોરબી એનડીપીએસના ગુનામાં આરોપીને શરતી જામીન પર છુટકારો
મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ (એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ) દ્વારા એનડીપીએસના ગુનામાં પરપ્રાંતિય આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, આરોપીએ રાજસ્થાનથી માદક પદાર્થ ગાંજો અને હેરોઇનનો જથ્થો મોકલ્યો હોવાનું તપાસ એજન્સીમાં સામે આવ્યું હતું. ત્યારે આરોપી પક્ષના વકીલ મોરબીના જે.ડી.અગેચાણીયા અને આર.ડી.ચાવડાની કાયદાકીય દલીલો અને સર્વોચ્ચ ન્યાયાલયના અગાઉના ચુકાદાને ગ્રાહ્ય રાખી મોરબી એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરવા આદેશ જારી કરાયો છે.
કેસની ટુક વિગત મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપી જગદીશ ઠાકરારામ કોસલારામ હડા વિરુદ્ધ ફરિયાદ હતી કે, તે તથા તેના સાગરિતોએ રાજસ્થાનમાંથી ગાંજો અને હિરોઈન ૧૪૯.૬૦ ગ્રામ, કુલ કિંમત રૂ. ૭.૪૮ લાખનો જથ્થો મોરબી લાવી કબજામાં રાખ્યો હતો. પોલીસ રેઇડ દરમિયાન આ જથ્થો ઝડપાયો હતો, જેમાં હાલના આરોપીએ ઉપરોક્ત જથ્થો રાજસ્થાનથી મોકલ્યો હતો, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી એનડીપીએસ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી પક્ષે મોરબી જીલ્લાના જાણીતા વકીલ જે.ડી. અગેચાણીયા અને આર.ડી. ચાવડાએ જામીન અરજી દાખલ કરી હતી.આ કેસની મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ (એનડીપીએસ સ્પેશિયલ કોર્ટ)માં આરોપી પક્ષના વકીલો દ્વારા દલીલ કરી હતી કે ટ્રાયલ લાંબો સમય ચાલશે અને જામીન ન મળે તો આરોપીનું ભવિષ્ય જોખમમાં પડશે. આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. જેલમાં રહેવાના કારણે પરિવારને આર્થિક અને સામાજિક નુકસાન થશે. “જામીન એ નિયમ અને જેલ એ અપવાદ” સિદ્ધાંત અનુસાર આરોપી માટે જામીન જરૂરી છે. આ સિવાય તેઓએ સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળી આરોપી પક્ષના વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીના શરતી જામીન મંજુર કરાયા હતા. આ કેસમાં આરોપી તરફે વકીલ જે.ડી. અગેચાણીયા, આર.ડી. ચાવડા, દિલીપભાઈ અગેચાણીયા અને કુલદીપ ઝીઝુંવાડીયા રોકાયેલ હતા.