
તા.૦૪.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના કોટડાખુર્દ દેવળીયા સ્કૂલ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરએ એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરાઈ
દાહોદમાં આયુષ્માન આરોગ્ય મંદિર કોટડાખુર્દ દેવળીયા સ્કૂલ ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન હાજર કિશોર – કિશોરીઓને આર. કે. એસ. કે. પ્રોગ્રામ વિશે વિસ્તાર પૂર્વક સમજૂતી આપવામાં આવી હતી.જેમાં પોષણયુક્ત આહાર, માસિક સ્વચ્છતા, સિકલસેલ એનિમિયા તેમજ આયનફોલિકની ગોળીઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી. આર. ટી. આઈ./ એસ. ટી. આઈ., ટીબી, લેપ્રેસી વિશે સમજૂતી આપવામાં આવી હતી.આ નિમિતે ચણા, ખજૂર, બોલપેન આપવામાં આવ્યા હતા.જેમાં CHO, mphw અને phc MPHS દ્વારા આરોગ્યલક્ષી સમજૂતી પણ આપવામાં આવી હતી. ઉપરાંત આરોગ્યની સેવાઓનો લાભ લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું





