GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરાયું

MORBI:મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરાયું
મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેન્દ્રનગર ચોકડી પાસે રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓના સમારકામ માટેની ઝડપી અને કાર્યક્ષમ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે પડેલા ખાડાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રોડ સમારકામની કામગીરી હાથ ધરી પેચ વર્ક કરવામાં આવ્યું હતું અને રસ્તાને વાહન વ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યો હતો.







