MORBI:ઘોર કળયુગ! મોરબીના નવાગામ નજીકથી માટીના ઢગલા નીચેથી જીવિત હાલતમાં એક બાળક મળી આવ્યું
MORBI: ઘોર કળયુગ! મોરબીના નવાગામ નજીકથી માટીના ઢગલા નીચેથી જીવિત હાલતમાં એક બાળક મળી આવ્યું

મોરબી તાલુકાના નવાગામ થી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લક્ષદીપ પ્રિન્ટપેક નામના કારખાના પાસે રોડની બાજુમાં સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં માટીના ઢગલા નીચેથી બાળકનો રડવાનો અવાજ આવતો હતો જેથી ત્યાં ગયેલા વ્યક્તિએ બીજા લોકોને બોલાવીને માટી દૂર કરી હતી ત્યારે સ્થળ ઉપરથી માટીના ઢગલા નીચેથી જીવિત હાલતમાં એક બાળક મળી આવ્યું હતું. જેથી આ અંગેની 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તાત્કાલિક એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને જોકે, માસુમ બાળકને માટીના ઢગલા નીચે કોણે દાટ્યું હતું ?, સ્થળ ઉપર મીઠું નાખીને બાળકને કેમ દાટવામાં આવ્યું હતું ? વિગેરે જેવા અનેક સવાલો હાલમાં ઉઠી રહ્યા છે જેથી પોલીસે જુદીજુદી દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.






