GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી આરપીએલ સીઝન-2 સબ જુનિયર ટુર્નામેન્ટ 18 જાન્યુઆરી 2026 થી ધ રોર એકેડમી ખાતે શરૂ થશે

MORBI મોરબી આરપીએલ સીઝન-2 સબ જુનિયર ટુર્નામેન્ટ 18 જાન્યુઆરી 2026 થી ધ રોર એકેડમી ખાતે શરૂ થશે
ધી રોર ક્રિકેટ ક્લબ મોરબી દ્વારા આયોજિત અને વાત્સલ્ય ન્યૂઝ દ્વારા પ્રાયોજિત ત્રણ દિવસીય સબ જુનિયર અંડર 12 ક્રિકેટ ટુર્નામેન્ટ 18 જાન્યુઆરી 2026 થી ધ રોર ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે રમાશે, જે આઈપીએલ ફોર્મેટની સફેદ બોલની ટુર્નામેન્ટ છે.સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.અલી ખાને જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ ચાર ટીમો વચ્ચે રમાશે અને ટેબલમાં ટોચ પર રહેનારી બે ટીમો વચ્ચે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ ફાઇનલ રમાશે.
એકેડમીના હેડ કોચ મનદીપ સિંઘે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી મોરબી શ્રી સત્યજીત વ્યાસ મુખ્ય મહેમાન તરીકે ખેલાડીઓને આશીર્વાદ અને માર્ગદર્શન આપશે.








