HALVAD:હળવદના સમલી ગામ મંદિરમાંથી ચોરી કરનાર ઈસમ ઝડપાયો

HALVAD:હળવદના સમલી ગામ મંદિરમાંથી ચોરી કરનાર ઈસમ ઝડપાયો
હળવદના સમલી ગામે મંદિરમાં ચોરીની ઘટના બની હતી જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ ચલાવી હતી ચોરી કરનાર એક ઈસમને ઝડપી લઈને પોલીસે એક લાખથી વધુની રોકડ રકમ રીકવર કરી છે
ગત તા. ૦૮ ના રોજ હળવદ તાલુકાના સમલી ગામે આવેલ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો હળવદ પોલીસે ગુનો નોંધી ચોરી કરનાર ઈસમને ઝડપી લેવા તપાસ ચલાવી હતી સીસીટીવી અને બાતમીદારો મારફતે બાતમી મેળવી સમલી ગામે ચામુંડા માતાજીના મઢમાં દાન પેટીમાંથી કરી કરનાર આરોપી રાજુ રામજીભાઈ ડાભી રહે વીરપર તા. વાંકાનેર વાળો હોવાનું ખુલતા આરોપી રાજુ ડાભીને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી મંદિરમાંથી ચોરી થયેલ રોકડ રૂ ૧,૦૦,૪૭૩ બાઈક જીજે ૩૬ એએમ ૧૧૫૧ કીમત રૂ ૪૦,૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહિતનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે







